વાવ-થરાદમાં હવે પોલીસની તાકાત વધશે, 48 નવી જગ્યાઓ મંજૂર – Vav Tharad Police

Vav Tharad Police: વાવ-થરાદ મોટો જિલ્લો છે જેમાં ગામડાં દૂર-દૂર છે એટલે પોલીસની પહોંચ પણ એટલી જ મજબૂત હોવી જરૂરી.હવે આ માટે જિલ્લામાં 112 જનરક્ષક હેઠળ 48 નવી જગ્યાઓ મંજૂર થઈ છે. વાવ-થરાદ જિલ્લામાં 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ પોલીસનું નવું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 48 નવી જગ્યાઓ ફાળવવામાં આવી છે

આ ભરતી બાદ ખાસ કરીને અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પહોંચ અને ઈમરજન્સી સમયે પ્રતિસાદ વધુ ઝડપી બનવાની આશા છે.

48 નવી જગ્યાઓમાં શું હશે? – Vav Tharad Police

મંજૂર થયેલી 48 જગ્યાઓમાં ASI અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના બિનહથિયારી પોલીસ કર્મચારીઓનો સમાવેશ થશે. ગૃહ વિભાગના આદેશ મુજબ અનામત સહિતના નિયમો પ્રમાણે આગામી 6 મહિનામાં સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

હાલ વાવ-થરાદ જિલ્લામાં 112 જનરક્ષકની 11 ગાડીઓ કાર્યરત છે અને તેમાં કુલ 44 જવાનો ફરજ બજાવી રહ્યા છે.નવી 48 જગ્યાઓની ભરતી થયા બાદ વાવ-થરાદમાં 112 જનરક્ષકનું કુલ મહેકમ 92 જવાનોનું થશે.

આ પણ વાંચો: આ અમાસે બની રહ્યો છે ખાસ યોગ! આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

આથી ઈમરજન્સી કોલ, કાયદો-વ્યવસ્થા અને ખાસ કરીને સરહદી તથા અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની ઝડપી પહોંચ વધુ સારી બનવાની અપેક્ષા છે. સ્થાનિક લોકો માટે પોલીસની પહોંચ વધે એ સુરક્ષાની દૃષ્ટિએ મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img