Vish Yog: કહેવાય છે ને કે ગ્રહોની ચાલ બદલાય એટલે સમયની ચાલ પણ બદલાય! 11 સપ્ટેમ્બરે શ્રાવણ અમાસ છે અને જ્યોતિષીય ગણતરી મુજબ આ દિવસે ચંદ્ર અને શનિ વચ્ચે વિશેષ દ્રષ્ટિ સંબંધ બનવાનો છે.
જ્યોતિષમાં આ સ્થિતિને ‘વિષ યોગ’ (Vish Yog)તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ આ યોગની અસર 11 સપ્ટેમ્બરની રાત્રિથી 13 સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે છે. ખાસ કરીને પૈસાની લેવડ-દેવડ, નોકરી અને મોટા નિર્ણયોમાં ઉતાવળ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
કેવી રીતે બનશે ‘વિષ યોગ’? – Vish Yog
11 સપ્ટેમ્બરે રાત્રે આશરે 7:08 વાગ્યે ચંદ્ર સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ કન્યા રાશિમાં રહેલો ચંદ્ર અને શનિ વચ્ચે સપ્તમ દ્રષ્ટિનો સંબંધ બનશે.
જ્યોતિષ મુજબ ચંદ્ર મન અને ભાવનાઓ સાથે જોડાયેલો છે, જ્યારે શનિને કર્મ, વિલંબ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો કારક માનવામાં આવે છે. આ બંનેનો સંબંધ કેટલીક રાશિઓ માટે સાવચેતીનો સમય દર્શાવે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પૈસા અને પરિવારની બાબતમાં થોડું સાવધાન રહેવું. કોઈ મોટું રોકાણ કે મિલકત સંબંધિત નિર્ણય ઉતાવળમાં ન લેવો. કોઈની વાતમાં આવીને અથવા યોગ્ય તપાસ કર્યા વગર પૈસા રોકવાથી નુકસાન થવાની શક્યતા રહે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ નોકરી અને પૈસાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું. કાર્યસ્થળે કોઈ સાથે બિનજરૂરી વિવાદ ટાળવો. ઓફિસનું કામ પૂરું કર્યા પછી એકવાર ફરીથી ચેક કરી લેવું, કારણ કે નાની ભૂલ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે આ સમય થોડો પડકારજનક રહી શકે છે. માનસિક તણાવ અથવા અચાનક ખર્ચ વધી શકે છે. મહેનતનું પરિણામ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે. આ સમય દરમિયાન કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું અને બચત પર ધ્યાન આપવું.
આ પણ વાંચો: વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય: ગુજરાતના ખેડુતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વિજળી મળશે
શ્રાવણ અમાસે શું કરવું?
- શ્રાવણ અમાસના દિવસે સ્નાન, દાન, પિતૃ તર્પણ અને પૂજા-પાઠનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
- અન્ન, વસ્ત્ર અથવા કાળા તલનું દાન કરવું અને સાંજે ઘરમાં દીવો પ્રગટાવી ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે.
નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષીય માન્યતાઓ અને પરંપરાગત જ્યોતિષ ગણતરી પર આધારિત છે. તેને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે ન લેવી.

