Tharad Job 2026: થરાદ તાલુકામાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. PM પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ થરાદ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં કેન્દ્ર સંચાલકની હંગામી ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. SSC પાસ મહિલા અને પુરુષ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરીને જરૂરી દસ્તાવેજો સાથે મામલતદાર કચેરી, થરાદ ખાતે અરજી જમા કરાવવાની રહેશે.
Tharad Job 2026: PM પોષણ યોજનામાં ભરતી
PM Poshan Recruitment 2026 અંતર્ગત થરાદ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કેન્દ્ર સંચાલકોની તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવામાં આવશે.
આ Tharad Job 2026 માટે મહિલા તથા પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે. પસંદગીમાં સ્થાનિક વિધવા અને ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
Tharad Recruitment 2026 – મહત્વની વિગતો
- ભરતીનું નામ: PM પોષણ યોજના ભરતી 2026
- પોસ્ટ: કેન્દ્ર સંચાલક
- સ્થળ: થરાદ તાલુકો, Vav-Tharad
- ભરતીનો પ્રકાર: હંગામી નિમણૂક
- શૈક્ષણિક લાયકાત: SSC પાસ
- ઉંમર: 20થી 60 વર્ષ
- અરજી કરવાની છેલ્લી તારીખ: 21 ઓગસ્ટ 2026
- અરજી પદ્ધતિ: રૂબરૂ અથવા ટપાલ દ્વારા
- અરજી સ્થળ: મામલતદાર કચેરી, થરાદ
કઈ શાળાઓમાં ભરતી થશે?
PM Poshan Center Operator Recruitment માટે થરાદ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યાદીમાં વળાદર ગોળીયા, રાજકોટ, આંતરોલ, ભોરોલ મારવાડી વાસ, પઢિયાર ગોળીયા, જમડા ભગતવાસ, હેમાસરા, મોડેલ ડે સ્કૂલ ગડસીસર, માવાજી ગો, ઘેસડી પરખાજી ગોળીયા અને ઓઢાવા જેતડા સહિતની શાળાઓનો સમાવેશ થાય છે.
Tharad Job માટે શૈક્ષણિક લાયકાત
PM Poshan Recruitment 2026 માટે ઉમેદવાર ઓછામાં ઓછો SSC પાસ હોવો જરૂરી છે.
ઉમેદવારની વય 20 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
આ ભરતીમાં સ્થાનિક વિધવા તથા ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
PM Poshan Recruitment માટે જરૂરી Documents
અરજી કરતી વખતે ઉમેદવારોએ જરૂરી આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
Required Documents:
- SSC માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- રેશનકાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- સ્થાનિક રહેઠાણનો પુરાવો
- SBI Bank Passbookની નકલ
- અરજીમાં જણાવેલા અન્ય જરૂરી પુરાવા
આ સોગંદનામું પણ આપવું પડશે
અરજદારે પોતાના પિતા/પતિના સંયુક્ત કુટુંબમાં શિક્ષક કે અન્ય નોકરી કરતા નથી તે અંગે રૂ.50ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
સાથે જ અરજદાર સામે કોઈ ગુનો નોંધાયેલ નથી તે અંગે સંબંધિત Police Stationનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે.
21 ઓગસ્ટ છે Last Date
Tharad Job 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21/08/2026 છે.
ઉમેદવારોએ નિયત નમૂનામાં સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી, થરાદ ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફતે પહોંચાડવાની રહેશે.
21 ઓગસ્ટ બાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
આ પણ વાંચો: 12 તારીખે લાગશે આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, ભારતમાં દેખાશે કે નહીં? જાણો સંપૂર્ણ માહિતી
અરજી ક્યાં કરવી?
ઇચ્છુક ઉમેદવારોએ અરજી મામલતદાર કચેરી, થરાદ ખાતે જમા કરાવવાની રહેશે. ભરતીની અન્ય શરતો, અરજીનું નિયત નમૂનું તથા વધુ માહિતી માટે ઉમેદવારો મામલતદાર કચેરી, થરાદનો સંપર્ક કરી શકે છે.
ઓફીસિયલ નોટીફિકેશન

નોંધ: ભરતી માટે અરજી કરતા પહેલા મામલતદાર કચેરી, થરાદ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર જાહેરાતમાં લાયકાત, દસ્તાવેજો અને અન્ય તમામ શરતો ચોક્કસપણે ચકાસી લેવી.






I need job
Yes
12
Pass