15 ઓગસ્ટ પછી ખેડૂતોની શુ લાભ થશે?, અહીથી જાણો સંપુર્ણ માહિતી – Yojana For Farmer

Yojana For Farmer: ખેડૂતો માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો સરકારી યોજનાઓની દૃષ્ટિએ મહત્વનો રહેવાનો છે. PM-KISANનો આગામી હપ્તો, ખરીફ પાક વીમો, KCC અને વિવિધ કૃષિ સબસિડી વગેરે યોજનાઓ માટે લાભ દાયી અપડેટ આવી શકે છે.

PM-KISANનો આગામી હપ્તો ક્યારે આવશે? – Yojana For Farmer

PM-KISAN હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વર્ષમાં ₹6,000 ત્રણ હપ્તામાં સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે. 23મો હપ્તો 20 જૂને જાહેર થઈ ચૂક્યો હોવાથી હવે ખેડૂતોની નજર આગામી હપ્તા પર છે. 24મો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે આવી શકે છે, પરંતુ તેની ચોક્કસ તારીખ સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

જે ખેડૂતોની e-KYC બાકી છે, તેમણે તે પૂર્ણ કરી લેવી જોઈએ. સાથે આધાર, બેંક ખાતું અને જમીનના રેકોર્ડમાં માહિતી સાચી છે કે નહીં તે પણ ચકાસી લેવી જરૂરી છે.

પાક વીમા માટે પણ ધ્યાન આપવું જરૂરી

ખરીફ પાક માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) હેઠળ પૂર, દુષ્કાળ, જીવાત કે રોગથી પાકને નુકસાન થાય ત્યારે વીમા સુરક્ષા મળી શકે છે. પરંતુ અરજીની છેલ્લી તારીખ રાજ્ય અને પાક પ્રમાણે અલગ હોઈ શકે છે, તેથી ખેડૂતોએ પોતાના રાજ્યનું સત્તાવાર નોટિફિકેશન જરૂર તપાસવું.

આ પણ વાચોં: હવે ઘરે બેઠા મોબાઇલથી જ બનાવો આયુષ્માન કાર્ડ, અહીથી જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

KCC પણ ખેડૂતો માટે ઉપયોગી

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા બિયારણ, ખાતર, જંતુનાશક અને અન્ય ખેતીના ખર્ચ માટે બેંક પાસેથી ધિરાણની સુવિધા મળી શકે છે.

ખેડૂતો પોતાની જમીન અને ખેતી સંબંધિત દસ્તાવેજોના આધારે બેંકમાં KCC માટે અરજી કરી શકે છે. હાલની વ્યાજ રાહત અને લોનની મર્યાદા અંગે અરજી કરતા પહેલાં સંબંધિત બેંક પાસેથી માહિતી લેવી યોગ્ય રહેશે.

ખેડૂત મિત્રો માટે સલાહ: 15 ઓગસ્ટ પછી માત્ર સોશિયલ મીડિયા પર આવતી માહિતી પર ભરોસો ન રાખો. PM-KISAN, પાક વીમો, KCC કે સબસિડી માટેની તારીખ અને નિયમો સંબંધિત ની માહિતી ઓફિસિયલ વેબસાઇટ પર અથવા કૃષિ વિભાગ પરથી ચકાસીને જ અરજી કરવી.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img