Independence Day 2026: નવા બનેલ વાવ-થરાદ જિલ્લામાં આઝાદીના પર્વની પ્રથમ વખત ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના પ્રથમ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થરાદ ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે યોજાઈ હતી.
શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજવંદન – Independence Day
આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ખાસ વાત એ રહી કે શંકરભાઈ ચૌધરી પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ થઈને ધ્વજવંદન કરવા પહોંચ્યા હતા. તેમનો આ અંદાજ કાર્યક્રમનું ખાસ આકર્ષણ બન્યો હતો.
સમારોહમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નવરચિત જિલ્લાના પ્રથમ સ્વાતંત્ર્ય પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
સરહદી વિસ્તાર એવા વાવ-થરાદમાં સવારથી જ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તિરંગાની શાન વચ્ચે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ‘ભારત માતા કી જય’ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો: 15 ઓગસ્ટ પછી ખેડૂતોની શુ લાભ થશે?, અહીથી જાણો સંપુર્ણ માહિતી
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશેષ સંબોધન પણ કર્યું હતું. જિલ્લાના પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને લોકોમાં પણ ગૌરવ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
નવરચિત વાવ-થરાદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી એક યાદગાર પ્રસંગ બની રહી હતી.



