Health Awareness Meeting: ભાભરના તનવાડ ગામે આરોગ્ય વિભાગની બેઠક ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવા ક્લોરિનેશન અંગે અપાઈ મહત્વપૂર્ણ માહિતી

Health Awareness Meeting ભાભર તાલુકાના તનવાડ ગામે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આયુષ્માન આરોગ્ય મંદિર, તનવાડના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ગ્રામજનોને પીવાના પાણીને શુદ્ધ રાખવા માટેની ક્લોરિનેશન પ્રક્રિયા અને તેના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ચોમાસા દરમિયાન દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા રહેતી હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત ગામમાં પીવાના પાણીના ક્લોરિનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જેથી ગ્રામજનોને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે અને પાણીજન્ય રોગોથી બચી શકાય.

બેઠક દરમિયાન ગ્રામજનોને ચોમાસાની ઋતુમાં સ્વચ્છ પાણીનો ઉપયોગ, પાણીની ટાંકી અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવી તેમજ પાણીજન્ય રોગોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે પણ માર્ગદર્શન અપાયું હતું.

આ કામગીરી દરમિયાન સરપંચ ધનજીભાઈ પરમાર, તલાટી ગજેન્દ્રસિંહ વાઘેલા, MPHW લાખાભાઈ દેસાઈ, CHO સ્મિતભાઈ આચાર્ય, FHW અરુણાબેન રાણવા, VC યુવરાજભાઈ રાઠોડ, બોર ઓપરેટર બળવંતજી રાઠોડ અને અમરતભાઈ રાઠોડ સહિત ગામના આગેવાનો અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા કરવામાં આવેલી ક્લોરિનેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ગ્રામજનોને સ્વચ્છ અને શુદ્ધ પાણી મળે તેમજ પાણીજન્ય રોગચાળાથી બચાવ થાય તે માટે આરોગ્ય વિભાગની આ કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે.

Health Awareness Meeting

Post Maru vavtharad 8 1
Health Awareness Meeting

Home Page : Click Here

Instagram Page : Click here

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img