વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય: ગુજરાતના ખેડુતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વિજળી મળશે – Electricity Relief

Electricity Relief: ગુજરાતમાં આ વર્ષે વરસાદની અછતને કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. વરસાદ ખેંચાતા ખેતીના પાકને બચાવવા માટે હવે સિંચાઈની જરૂરિયાત વધી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતો મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને સિંચાઈ માટે અગાઉના 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. એટલે કે ખેડૂતોને રોજ બે કલાક વધુ વીજળી મળશે.

રાજ્ય સરકાર તરફથી આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા રાજ્યમાં વીજળીની માગ સતત વધી રહી છે. ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણીની જરૂર પડી રહી હોવાથી તેમની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વીજળીનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂતોને શું ફાયદો થશે? – Electricity Relief

વરસાદ સમયસર અને પૂરતો ન પડતા ઘણા વિસ્તારોમાં પાક માટે બોર, કૂવા કે અન્ય સિંચાઈના સાધનોનો સહારો લેવો પડી રહ્યો છે. આવા સમયે બે કલાક વધારાની વીજળી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખેડૂતો હવે વધુ સમય સુધી મોટર ચલાવીને પાકને પાણી આપી શકશે. ખાસ કરીને જ્યાં વરસાદની અછત છે ત્યાં આ નિર્ણય ખેતી માટે રાહતરૂપ બની શકે છે.

ઘાસચારાને લઈને પણ ચિંતા

વરસાદની અછતની અસર માત્ર ખેતી પૂરતી જ સીમિત નથી. પશુપાલકો સામે પણ ઘાસચારાની સમસ્યા ઉભી થવાની ચિંતા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે હાલ ઘાસચારાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં ભવિષ્યમાં જરૂરિયાત વધે તો તેની અછત ન સર્જાય તે માટે વધારાનો ઘાસચારો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા વધારાનો ઘાસચારો ખરીદવા માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં પશુપાલકોની ફરિયાદ

બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી ઘાસચારાની અછત અંગે ફરિયાદો સામે આવી રહી છે. પશુપાલકો અને ગૌશાળાના સંચાલકોનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં પશુઓ માટે પૂરતો લીલો અને સૂકો ઘાસચારો મળતો નથી.

આ પણ વાચો: થરાદ નગરપાલિકામાં વગર પરિક્ષાએ મળશે નોકરી, તેમજ 30 હજાર સુધી પગાર મળશે

રાજકોટ જિલ્લામાં ઘાસચારાની તંગીને લઈને 185 જેટલી ગૌશાળાના સંચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. ગૌશાળાઓમાં પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે.

રજૂઆત મુજબ રાજકોટ જિલ્લામાં દરરોજ અંદાજે 500 જેટલી ગાડી ઘાસચારાની જરૂરિયાત છે, જ્યારે તેની સરખામણીએ હાલમાં આશરે 100 જેટલી ગાડી ઘાસચારો મળી રહ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત દ્વારકા અને જામનગરના કેટલાક પશુપાલકો પણ ઘાસચારા માટે રાજકોટ તરફ આધાર રાખી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘાસચારાની માંગ વધુ વધી રહી છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img