ડિજિટલ કંકોત્રીના નામે સાયબર ઠગાઇ! WhatsApp લિંક ખોલતાં વેપારીના ખાતામાંથી રૂ.68,450 ઉપડી ગયા – Cyber fraud

Cyber fraud: પાલનપુરમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારી સાથે ડિજિટલ કંકોત્રીના નામે સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. WhatsApp પર આવેલા આમંત્રણની લિંક ખોલ્યા બાદ તેમના મોબાઇલમાં અજાણ્યું એપ્લિકેશન/વાયરસ ઇન્સ્ટોલ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તબક્કાવાર તેમના બેંક ખાતામાંથી રૂ.68,450 ઉપડી ગયા હતા.

WhatsApp પર આવી હતી આમંત્રણની લિંક – Cyber fraud

પાલનપુરની શિવનગર સોસાયટીમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા રત્નસિંહ પુરોહિતના મોબાઇલ પર WhatsApp મારફતે એક આમંત્રણની લિંક આવી હતી. આ લિંકને ડિજિટલ કંકોત્રી સમજીને તેમણે તેના પર ક્લિક કર્યું હતું. લિંક ખોલ્યા બાદ થોડા સમય પછી તેમના ખાતામાંથી રકમ ઉપડવા લાગી હતી.

બેંક ખાતામાંથી તબક્કાવાર રકમ ઉપડી

રિપોર્ટ મુજબ, લિંક પર ક્લિક કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી તબક્કાવાર રૂ.68,450 ઉપડી ગયા હતા. ઘટના અંગે જાણ થતાં રત્નસિંહે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન 1930 પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાચો: ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર! સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવશે

અજાણ્યા WhatsApp લિંકથી સાવધાન રહેવાની અપીલ

Cyber fraud: સાયબર ઠગાઈથી બચવા માટે અજાણ્યા નંબર પરથી આવતી WhatsApp લિંક, APK ફાઇલ કે કોઈપણ શંકાસ્પદ આમંત્રણ પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ડિજિટલ કંકોત્રી, લગ્નનું આમંત્રણ, ગિફ્ટ, નોકરી અથવા અન્ય ઓફરના નામે આવેલી અજાણી લિંક ખોલતા પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે. સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવ તો શક્ય તેટલી ઝડપથી 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img