ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આજે 60 તાલુકામાં વરસાદ; 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી – Gujarat rain forecast

Gujarat rain forecast: ગુજરાતમાં ફરી ચોમાસું જોર પકડતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકો માટે શનિવારનો દિવસ રાહતભર્યો રહ્યો. સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધીના માત્ર 10 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. જો આગાહી પ્રમાણે વરસાદ થાય તો લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતોના પાકને મોટો ફાયદો થઈ શકે છે.

લાંબા સમયથી વરસાદ ખેંચાતા ઘણા વિસ્તારોમાં પાકને નુકસાન થવાની ચિંતા હતી. હવે ફરી વરસાદ શરૂ થતાં ખેતરોમાં ઊભેલા પાકને પાણી મળવાની આશા વધી છે. વરસાદ સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ગરમી-બફારાથી લોકોને રાહત મળી છે.

છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ – Gujarat rain forecast

છોટા ઉદેપુર જિલ્લામાં આશરે દોઢ મહિના બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છોટા ઉદેપુર શહેર, પાનવડ અને બોડેલી વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.
અહીં મોટાભાગના ખેડૂતો ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. વરસાદ ખેંચાતા પાકને લઈને ચિંતા વધી હતી, ત્યારે પડેલા વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે.

આ પણ વાંચો: લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી! 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદ

મહીસાગરના લુણાવાડા પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. પંચમહાલના ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો. વરસાદથી મુરઝાઈ રહેલા પાકને પણ રાહત મળી છે.

અમરેલીના ગામડાઓમાં પણ મેઘમહેર

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img