Heavy Rain Alert 2026: ગુજરાતમાં ચોમાસું પૂરા જોશમાં ખીલ્યું છે. ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડ વચ્ચે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 15 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
11 જિલ્લાઓમાં રેડ એલર્ટ – Heavy Rain Alert 2026
હવામાનની તાજેતરની આગાહી પ્રમાણે 11 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેમજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ, ઉતર ગુજરાતમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની ચેતવણી મુજબ આજે રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદની તીવ્રતા અલગ-અલગ રહેવાની છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે જેમાં ઉત્તર-પૂર્વ ગુજરાતમાં વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મધ્ય અને દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી! 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં શું થશે?
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ વરસાદી માહોલ 19 સપ્ટેમ્બર સુધી યથાવત રહેવાની સંભાવના છે. આજે (13 સપ્ટેમ્બર) અને આવતીકાલે (14 સપ્ટેમ્બર) સોમવાર દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોખમ રહેલું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની સાથેસાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. જોકે, મંગળવાર એટલે કે 15 સપ્ટેમ્બરથી વરસાદની આ તીવ્રતામાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે અને પશ્ચિમ ગુજરાતના કેટલાક જ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે.
ખેડૂતોમાં ખુશીની લહેર
લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની આ સવારીથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે, કારણ કે પાકને જીવનદાન મળવાની પૂરી આશા બંધાઈ છે. બીજી બાજુ, અતિભારે વરસાદની આગાહી વાળા વિસ્તારોમાં સંભવિત પાણી ભરાવાની સ્થિતિ અથવા આપત્તિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ સતર્ક રાખવામાં આવ્યા છે. નાગરિકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

