ઉતર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, વાવ- થરાદમાં રેડ એલર્ટ જાહેર – Rain Red Alert

Rain Red Alert: અમદાવાદ હવામાન વિભાગની સાંજે ‘નાઉ કાસ્ટ’ આગાહી; ઉતર ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદની આગાહી આપવામાં આવી છે. તંત્ર દ્વારા ખાસ કરીને ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લા માટે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

જરાતમાં મેઘરાજા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ સ્થિત ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે સાંજે તાત્કાલિક એટલે કે ‘નાઉ કાસ્ટ’ (Nowcast) ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજા ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ, રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે. ચાલો જાણીએ ક્યાં કેવો વરસાદ પડશે અને શું સાવચેતી રાખવી પડશે.

ક્યાં પડશે ભારે વરસાદ? – Rain Red Alert

તંત્ર દ્વારા ખાસ કરીને ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લા માટે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ 4 જિલ્લાઓમાં કલાકના 15 mm કરતાં પણ વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે. સાથોસાથ 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં 30 થી 60 ટકા જેટલી વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મધ્યમ વરસાદ ક્યાં રહેશે?

રાજ્યના મોટાભાગના અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે. જેવા કે પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલી.

આ વિસ્તારોમાં 5 થી 15 mm પ્રતિ કલાકના દરે મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અહીં પવનની ઝડપ 41 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેશે.

આ પણ વાચોં: પાન-મસાલા અને ગુટખાના પેકેટમાં મોટો ફેરફાર? FSSAIનો નવો નિયમ, જાણો શું બદલાશે

હળવો વરસાદ ક્યાં પડશે?

Rain Red Alert: સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં મેઘરાજા માત્ર હળવી મહેર કરશે. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ. આ જિલ્લાઓમાં 5 mm પ્રતિ કલાકથી ઓછા દર સાથે ઝરમર વરસાદ કે હળવા છાંટા પડવાની શક્યતા છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img