Raksha Bandhan 2026: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને લાગણી સાથે જોડાયેલો છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેના સુખ, સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પરંતુ ઘણી વખત રાખડી બાંધ્યા પછી થોડા સમય કે દિવસોમાં જ દોરો તૂટી જાય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં તરત જ સવાલ આવે છે કે રાખડી તૂટવી કોઈ અશુભ સંકેત તો નથી ને? જો તમારી સાથે પણ આવું થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. રાખડી તૂટવા અંગે અલગ-અલગ જગ્યાએ અલગ માન્યતાઓ જોવા મળે છે.
રાખડી તૂટી જાય તો તેને અશુભ ન માનશો – Raksha Bandhan
સામાન્ય રીતે રાખડીનો દોરો તૂટી જવો એ કોઈ અશુભ ઘટના હોવાનો ચોક્કસ ધાર્મિક નિયમ નથી. રાખડી કપડાંમાં અટવાઈ જવાથી, હાથના રોજિંદા કામ દરમિયાન અથવા દોરો નબળો હોવાથી પણ તૂટી શકે છે. ખાસ કરીને આજકાલની રાખડીઓમાં દોરા સાથે અનેક પ્રકારની સજાવટ કરવામાં આવતી હોવાથી તે સહેલાઈથી તૂટી શકે છે.
એટલે માત્ર રાખડી તૂટી ગઈ એટલે પરિવાર પર કોઈ મુશ્કેલી આવવાની છે એવું માનવું યોગ્ય નથી. કેટલીક લોકમાન્યતાઓમાં તો એવું પણ માનવામાં આવે છે કે રાખડી તૂટવી એ નકારાત્મકતા કે આવનારી મુશ્કેલી ટળી જવાનું પ્રતીક હોઈ શકે છે. જોકે, આ લોકમાન્યતા છે, તેનો કોઈ ચોક્કસ શાસ્ત્રીય નિયમ માનવો જરૂરી નથી.
રાખડી બાંધ્યાના થોડા સમય પછી તૂટી જાય તો?
જો રક્ષાબંધનના(Raksha Bandhan) દિવસે રાખડી બાંધ્યા પછી જ થોડા સમયમાં દોરો તૂટી જાય તો પણ ગભરાવાની જરૂર નથી. જો શક્ય હોય તો ભાઈના કાંડે બીજી રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધી શકાય. રાખડી બાંધતી વખતે મનમાં ભગવાનને યાદ કરીને ભાઈના સુખ, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી શકાય. આ તહેવારમાં સૌથી મહત્વની વસ્તુ રાખડી નહીં, પરંતુ ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ અને લાગણી છે.
આ પણ વાચોં: સોનું ખરીદવું કે શેરબજારમાં પૈસા લગાવવા? ક્યાં રોકાણ કરશો તો પૈસા ઝડપથી વધી શકે?
જૂની કે તૂટેલી રાખડીનું શું કરવું?
રક્ષાબંધન(Raksha Bandhan) પછી રાખડી ઉતારવાનો સમય અને તેને સાચવવા કે વિસર્જન કરવાની રીત અંગે અલગ-અલગ પરિવારોમાં પોતાની પરંપરા જોવા મળે છે. જો રાખડી તૂટી ગઈ હોય તો તેને રસ્તામાં કે કચરામાં ફેંકી દેવાને બદલે શ્રદ્ધા મુજબ યોગ્ય રીતે દૂર કરી શકાય છે. ઘણા પરિવારોમાં જૂની રાખડીને તુલસીના છોડ પાસે રાખવાની અથવા અર્પણ કરવાની પરંપરા જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો તેને સ્વચ્છ જગ્યાએ સાચવી રાખે છે.
જો કોઈ પરિવારમાં રાખડીના વિસર્જનની પરંપરા હોય તો તેને પાણીમાં છોડતી વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. પ્લાસ્ટિક, ધાતુ, મણકા કે અન્ય કૃત્રિમ સામગ્રી ધરાવતી રાખડીને સીધી નદી, તળાવ કે તળાવમાં ન નાખવી. આવી રાખડીમાંથી અલગ થઈ શકે તેવી સામગ્રી યોગ્ય રીતે કચરામાં મૂકવી વધુ યોગ્ય છે.

