આજથી શ્રાવણ મહિનો શરુ, જાણો કેવી રીતે કરશો શિવ પૂજા અને આ મહિનામાં આવતા તહેવારોની યાદી – Shrawan

Shrawan: આજ શરૂ થતા શ્રાવણ મહિનામાં ચાર સોમવાર અને અનેક વ્રત-તહેવારો સાથે ભગવાન શિવની વિશેષ આરાધના કરાય છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર આ મહિનો ફક્ત શિવપૂજા જ નહીં, પરંતુ સંયમ, વેદ-અધ્યયન અને વિષ્ણુ-કૃષ્ણ ઉપાસનાનો પણ પવિત્ર સમય છે.

  1. આજથી એટલે કે ગુરુવાર 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે. આ મહિનો 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે શ્રાવણમાં કુલ ચાર સોમવાર આવશે, જે 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ પડશે. સ્કંદપુરાણના સેતુ-માહાત્મ્યમાં શ્રીરામ દ્વારા કરવામાં આવેલી શિવપૂજાનો સુંદર ઉલ્લેખ મળે છે. તેમાં સીતા માતાએ રેતીમાંથી શિવલિંગ બનાવ્યું હતું અને શ્રીરામે તેને સ્થાપિત કરીને શિવ-પાર્વતીની પૂજા કરી હતી. તેમને જળથી અભિષેક પણ કર્યો હતો. આજે પણ ઘરે કે મંદિરમાં તે જ ભાવથી શિવપૂજન કરી શકાય છે.

શિવપૂજા

શ્રાવણ મહિનો ફક્ત શિવપૂજા પૂરતો મર્યાદિત નથી. પ્રાચીન વૈદિક પરંપરામાં આ મહિનામાં વરસાદ અને નવી હરિયાળી સાથે વેદ-અધ્યયનનું નવું સત્ર પણ શરૂ થતું હતું. આપસ્તમ્બ ગૃહ્યસૂત્રમાં આ વાત નોંધાયેલી છે. વાલ્મીકિ રામાયણમાં પણ ઉલ્લેખ છે કે શ્રાવણ મહિનામાં શ્રીરામ સીતાજીની શોધનું અભિયાન રોકીને સુગ્રીવને કહે છે કે આ સમય અભિયાન માટે યોગ્ય નથી. તેઓ લક્ષ્મણ સાથે પ્રસ્રવણ પર્વત પર રોકાઈને વ્રત-પૂજા કરતા વરસાદ પૂરો થવાની રાહ જુએ છે.

શ્રાવણ માસમાં શિવપૂજા માટે જરૂરી મુખ્ય સામગ્રી – Shrawan

શ્રાવણમાં(Shrawan) શિવપૂજા માટે પીતળાની થાળીમાં શુદ્ધ જળનો કલશ, ગંગાજળની બોટલ, નાનું શિવલિંગ, આકડાના ફૂલ, કુંકુનો ઉપયોગ કરવો.આ સિવાય પંચામૃત તરીકે દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી, ધતૂરાનું ફળ, અત્તરની શીશી, લીલી દૂર્વા, બિલીપત્ર, ચંદન, સિંદૂર, અબીર અને ગુલાલનો ઉપયોગ થાય છે.

ભગવાન શિવની પૂજા વિધિ

  • પૂજાની શરૂઆતમાં સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા.
  • ત્યારબાદ હાથમાં થોડું જળ લઈને પૂજા કરવાનો સંકલ્પ લેવો.
  • તે પછી ગણેશજી અને નંદીને પ્રણામ કરવા અને ભગવાન શિવ-પાર્વતીનું ધ્યાન ધરવાનું વિધાન છે.
  • પછી ૐ નમઃ શિવાયના જાપ સાથે જળ અને દૂધથી શિવલિંગનો અભિષેક કરવો.
  • ત્યારબાદ ચંદન, અક્ષત, ફૂલ અને બિલીપત્ર ચઢાવવા.
  • અગરબત્તી અને ઘી-તેલનો દીવો પ્રગટાવીને ફળ, મીઠાઈ કે સાત્વિક ભોજનનો પ્રસાદ ધરાવીને પ્રણામ કરીને પ્રાર્થના કરવી.
  • છેલ્લે જો માટીનું શિવલિંગ હોય તો તેને પાણીમાં વિસર્જન કરીને પાણીને કુંડામાં નાખો.

શ્રાવણ સોમવારના વ્રતના નિયમો

પૂજા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. આખો દિવસ મન, વાણી અને ઈન્દ્રિયો પર સંયમ રાખવો. જો આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો રાત્રે ભોજન કરી શકાય. નિર્જળા વ્રત જરૂરી નથી, શ્રદ્ધા અનુસાર વ્રત કરી શકાય છે. કોઈપણ નશીલી વસ્તુ ખાવી-પીવી નહીં અને ખોટે સૂવું નહીં. છેલ્લે શિવ મંદિરના પૂજારી કે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવાનું વિધાન છે. આ નિયમો શ્રાવણના(Shrawan) સોમવારે ભગવાન ભોળાનાથની આરાધના વધુ ફળદાયી બનાવે છે.

આ પણ વાચોં: થરાદમાં નોકરીની મોટી તક! PM પોષણ યોજનામાં ભરતી, 21 ઓગસ્ટ પહેલાં કરો અરજી

શ્રાવણ માસ અને ખાસ તહેવાર

  • ગુરુવાર 13 ઓગસ્ટથી Shrawan શરૂ થાય છે.
  • 14 ઓગસ્ટે મંગળાગૌરી વ્રત અને જીવંતિકા વ્રત,
  • 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ,
  • 16 ઓગસ્ટે વિનાયક ચતુર્થી અને
  • 17 ઓગસ્ટે પહેલો સોમવાર સાથે નાગપાંચમ છે.
  • 19 ઓગસ્ટે મારવાડી સાતમ,
  • 23 ઓગસ્ટે પવિત્રા-પુત્રદા અગિયારસ,
  • ૨૪ ઓગસ્ટે બીજો સોમવાર અને દામોદર બારસ,
  • 25 ઓગસ્ટે ભૌમ પ્રદોષ,
  • 27 ઓગસ્ટે પૂનમ સાથે ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે નહીં) પડે છે.
  • 28 ઓગસ્ટે રક્ષાબંધન,
  • 29 ઓગસ્ટે હિંડોળા સમાપ્ત થાય છે.
  • 31 ઓગસ્ટે ત્રીજો સોમવાર સાથે બોળ ચોથ અને ફૂલકાજલી ત્રીજ છે.
  • 1 સપ્ટેમ્બરે નાગપાંચમ,
  • 2 સપ્ટેમ્બરે રાંધણ છઠ્ઠ,
  • 3 સપ્ટેમ્બરે શીતળા સાતમ,
  • 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી,
  • 5 સપ્ટેમ્બરે નંદ મહોત્સવ,
  • 7 સપ્ટેમ્બરે અજા એકાદશી,
  • 8 સપ્ટેમ્બરે ભૌમ પ્રદોષ અને
  • 10-11 સપ્ટેમ્બરે અમાસ સાથે શ્રાવણ માસ પૂરો થાય છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img