Vav Tharad Police: થરાદમાં બનેલી લૂંટની ઘટનામાં થરાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹16,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી થરાદ બસ સ્ટેન્ડથી માર્કેટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કેટલાક શખ્સોએ મોબાઈલમાં કેટલો સમય થયો છે તે અંગે વાતચીત કરી ફરિયાદીને પોતાની સાથે નજીકની બાવળની ઝાડીમાં લઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ લઈ લીધી હતી. ફરિયાદી પાસેથી લૂંટ કરવામાં આવેલી કુલ રકમ ₹19,500 હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી – Vav Tharad Police
ફરિયાદ મળ્યા બાદ થરાદ પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. રવારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે થરાદના રહેવાસી શ્રવણભાઈ વાલાભાઈ ઉર્ફે ભદાભાઈ વણકર (ચૌહાણ), રણજીતભાઈ રમેશભાઈ વણકર અને જહીરખાન સંજયખાન શિપાઈને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાચો: મોરીખા યુવક મોત કેસમાં મોટો વળાંક! તપાસ સિદ્ધપુરના DYSPને સોંપાઈ, 7 દિવસમાં શું થશે?
મોબાઈલ અને રોકડ સહિત મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિત કુલ ₹16,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્રણેય આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસે સમગ્ર ઘટનામાં તેમની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે. થરાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરીને લૂંટનો ભેદ ઉકેલતા આ કાર્યવાહી સામે આવી છે.

