નાનીપાવડમાં મનરેગાના કામો મુદ્દે ગરમાવો: આક્ષેપો સામે સરપંચ પક્ષનું મોટું સ્પષ્ટીકરણ, ખેડૂતોને લાભ મળ્યાનો દાવો- Nanipavad MGNREGA Work

Nanipavad MGNREGA Work: થરાદ તાલુકાના નાનીપાવડ ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોને લઈને વિવાદ સામે આવ્યો છે. કેટલાક ગ્રામજનો દ્વારા યોજનાના કામોને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, સરપંચ પક્ષે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પોતાની તરફથી સ્પષ્ટતા કરી છે.

આક્ષેપો સામે સરપંચ પક્ષનું મોટું સ્પષ્ટીકરણ- Nanipavad MGNREGA Work

સરપંચ પક્ષના જણાવ્યા મુજબ, ગામમાં મનરેગા યોજના હેઠળ ખેત તલાવડી, બંધપાળા સહિતના વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે. આ કામો પૂર્ણ થયા બાદ સંબંધિત ખેડૂતોને યોજનાનો લાભ પણ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મુદ્દે સરપંચ પક્ષ દ્વારા ખેડૂતોની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં ખરેખર ખેત તલાવડી બનાવવામાં આવી હોવાનું અને કામગીરી પૂર્ણ થયા બાદ યોજનાની રકમ પણ મળી હોવાનું જણાવાયું હતું.

સરપંચ પક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કેટલાક ખેડૂતોના નામને લઈને કરવામાં આવેલી અરજીમાં ખોટી વિગતો રજૂ કરવામાં આવી છે. તેમજ કામોની હકીકત જાણ્યા વગર કરવામાં આવતા આક્ષેપોથી ગામમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

આ પણ વાચો: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર! ખોટો મેમો આવ્યો હોય તો હવે આ રીતે મળશે ન્યાય

બીજી તરફ, ગામમાં ચાલી રહેલા કેટલાક મતભેદો આંતરિક બાબતો હોવાનું સરપંચ પક્ષે જણાવ્યું હતું. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનો પણ સરપંચ પક્ષે દાવો કર્યો છે. સરપંચ પક્ષે ગ્રામજનોને અપીલ કરી છે કે કોઈપણ મુદ્દે વાત કરતા પહેલા સત્તાવાર માહિતી અને હકીકતની ખરાઈ કરવામાં આવે. સાથે જ જો મનરેગા કામોમાં કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img